Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વોટર ATM છીપાવી રહયાં છે વટેમાર્ગુઓની તૃષા, કનેકટ ગુજરાતના અહેવાલની અસર

ભરૂચ શહેરમાં વટેમાર્ગુઓની તરસ છીપાવવાના હેતુથી મુકવામાં આવેલાં વોટર એટીએમ ધુળ ખાઇ રહયાં હતાં.

X

ભરૂચ શહેરમાં વટેમાર્ગુઓની તરસ છીપાવવાના હેતુથી મુકવામાં આવેલાં વોટર એટીએમ ધુળ ખાઇ રહયાં હતાં. કનેકટ ગુજરાતની ટીમે દરેક વોટર એટીએમ ઉપર જઇ રીયાલીટી ચેક કર્યું હતું. કનેકટ ગુજરાતના અહેવાલ બાદ મોટા ભાગના વોટર એટીએમ કાર્યરત કરી દેવાયાં છે....

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન ખાતે કનેકટ ગુજરાતની ટીમે રીયાલીટી ચેક કર્યું હતું. કનેકટ ગુજરાતના અહેવાલ બાદ પાલિકા સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી.

વોટર એટીએમના સંચાલન માટે નગરપાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો હતો પણ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે 14 લાખ રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમ લાગી રહયું હતું. કનેકટ ગુજરાતે પાલિકા સત્તાધીશોનો કાન આમળતાની સાથે પરિણામ મળ્યું છે. શહેરમાં વિવિધ સ્થળોએ મુકેલા વોટર એટીએમનું સંચાલન પાલિકાએ પોતાના હસ્તક લઇ લીધું છે. અમારી ટીમે પાલિકા પ્રમુખ અમિત ચાવડા સાથે વાતચીત કરી હતી.

Next Story