Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ACBના ગુપ્ત ઓપરેશનમાં શહેરાના મહિલા T.D.O. સહિત 4 કર્મચારીઓ 4.45 લાખની લાંચના નાણાંની ભાગબટાઈમાં ઝડપાયા

શહેરાના મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી સહિત 3 કર્મચારીઓને અમદાવાદ એ.સી.બી.ટીમે દબોચી લીધા

અમદાવાદ: ACBના ગુપ્ત ઓપરેશનમાં શહેરાના મહિલા T.D.O. સહિત 4 કર્મચારીઓ 4.45 લાખની લાંચના નાણાંની ભાગબટાઈમાં ઝડપાયા
X

શહેરા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓમાં કામ કરતા એક ઈજારદાર પાસેથી બીલના નાણાંના ચેકો જોઈતા હોય તો ₹ 4.45 લાખ લાંચના નાણાંની માંગણી કર્યા બાદ મોડી સાંજે શહેરા તાલુકા પંચાયત કચેરીની વહીવટી કામગીરીઓ પૂર્ણ થયા બાદ જાહેર હાઈવે ઉપરના આછા અંધકારમાં ₹ 4.45 લાખની લાંચના નાણાં સ્વીકારવાની આ લાંચિયા વૃત્તિમાં તલ્લીન એવા શહેરાના મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી સહિત 3 કર્મચારીઓને અમદાવાદ એ.સી.બી.ટીમે દબોચીને ઝડપી પાડતા શહેરા સમેત પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રમાં ભયનો સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો, એમાં સૌથી વધારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો અને ટકાવારીના ખેલોના વહીવટમાં સામેલ એજન્સીના ભલભલા કર્મચારીઓ વહીવટી ટેબલો ઉપરથી અદ્રશ્ય થઈ ગયા હતા.

શહેરા તાલુકાના ગ્રામ વિકાસ એજન્સીના તાંબા હેઠળ શૌચાલયો સહિત વિવિધ વિકાસના કામો તેમજ મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા ચેક વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરી રહેલા એક ઈજારદાર ને મનરેગા યોજના હેઠળ રૂપિયા 2,75,00,000/- તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1,71,00,000 /- ના બીલના નાણાંના ચેક મંજુર થયેલ જે અંગે હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક,મનરેગા વિભાગ (કરાર આધારીત, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર આધારીત) અને મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝરીના વા/ઓ વસીમ અન્સારીએ ફરિયાદી પાસેથી અગાઉ અલગ અલગ રકમ લઈ લીધી હોવા છતાં હેમંત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકીએ ફરીયાદી પાસે વધુ રૂપિયા એક- એક લાખની માંગણી કરી હતી તેમજ શહેરાના મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી અને અમારી ટીમને લાંચના નાણાં આપવા પડશેના આ ભ્રષ્ટાચારી વહીવટનો સોદો તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શાખાનો હવાલો સંભાળનાર સ્વચ્છ ભારત મિશન યોજનાના સુપરવાઈઝર રીયાઝ મન્સુરીએ "મેડમ" વતી ભ્રષ્ટાચારનો સોદો કર્યો હતો.

આ લાંચના નાણાંની માંગણી સામે અરજદારે અમદાવાદ સ્થિત એ.સી.બી.કચેરીમાં ફરીયાદ આપતા અમદાવાદ એ.સી.બી. પી.આઈ. કે.કે.ડીંડોરની ટીમ ફરીયાદીને સાથે રાખીને શહેરા તાલુકા પંચાયત કચેરી બહાર વ્યૂહાત્મક રીતે ગોઠવાઈ ગઈ હતી.એમા વહીવટી કામગીરીઓ પૂર્ણ થયા બાદ મોડી સાંજના અંધકાર સાથે તાલુકા પંચાયત કચેરી માંથી બહાર આવ્યા બાદ અરજદાર ફરીયાદીની ઓફિસે લાંચની રકમ લેવા આવેલા હેમંત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા એક-એક લાખની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ના સકંજામાં આવી ગયા હતા જ્યારે રીયાઝ મન્સુરી કે જે મહિલા TDO ઝરીનાબેન અન્સારી વતી લાંચની રકમ લેવા આવેલ હોય જેથી તેઓએ લાંચ બાબતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પરંતુ તેઓને શક પડતા લાંચની રકમ રૂ. 2,45,000 /- નહિ સ્વીકારવામાં આવેલ હોવા છતાં અમદાવાદ એ.સી.બી.ટીમના પી.આઈ. કે.કે.ડીંડોરે રંગેહાથ ઝડપી પાડતા વહીવટી તંત્રમાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

Next Story