માસુમના મળ્યા માતપિતા: પિતા જ બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો, હર્ષ સંઘવીએ જુઓ બીજા શું કર્યા ખુલાસા

New Update

હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું હતું કે બાળકના ફોટો તેમજ ન્યૂઝને વાયરલ કરવામાં ગુજરાતની તમામ મીડિયા અને સોશિયલ મીડિયા ચેનલના કામને બિરદાવ્યું હતું.સાથે પોલીસ વિભાગના અધિકારીઑ અને ખાસ કરીને ગાંધીનગર પોલીસ વિભાગના કર્મીઑને શુભેચ્છાઑ પાઠવી બાળકને માતાપિતા સુધી પહોંચાડવા ધરે ઘરે જઈ પોલીસે મહેનત કરી હોવાનો ખુલાસો કર્યો હતો.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

-સ્મિતના પિતાનું નામ સચિન દિક્ષિત છે

-ગાંધીનગરના સેક્ટર-26માં રહે છે સચિન દિક્ષિત

-સચિન દિક્ષિત વડોદરામાં ખાનગી કંપનીમાં કરે છે નોકરી

-માતા-પિતાના ઝઘડામાં માસૂમ બાળકને તરછોડ્યું

-સફેદ કલરની એક કાર કબજે લેવાઇ

-સચિન દિક્ષિતની રાજસ્થાનના કોટાથી થઇ ધરપકડ

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.