Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: GPCBની ગંભીર બેદરકારી સામે આવી,જેતપુરના સાડી ઉધોગો દ્વારા નદીમાં છોડાઇ છે કેમિકલ યુક્ત પાણી

જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે.

X

રાજકોટના જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે

રાજકોટના જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેણ નદીમાં દુષિત પાણી છોડવામાં આવે છે. તે પાણીને જેતપુર અને ભાટગામથી પાઈપલાઈન મારફતે ટીંબડી ગામ ખાતે એક સંપ બનાવવામાં આવે અને આ સંપમાં શુદ્ધ પાણી એકત્રીત કરી દરિયામાં છોડવામાં આવે જેથી ખેડૂતોની જમીન બંજર ન થાય અને પાક પણ નિષ્ફળ ન જાય. જેથી આ પ્રોજેક્ટની યોગ્ય અમલવારી કરવા જગતનાં તાતાની ઉગ્ર માંગ છે.ઉબેણ નદીની આસપાસનાં ગામડાઓમાં દુષિત પાણીને શુદ્ધીકરણ માટે મંજુર કરેલો પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોવાનું સાબિત થવા પામ્યું છે. આ સીઈટીપી પ્લાન દ્વારા યોગ્ય કામગીરી ન કરતાં આસપાસની ખેતીમાં પિયત માટેનાં દુષિત પાણીનાં લીધે લોકોનાં આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લેવામાં આવેલા ૨૫ નમૂના પણ ફેઈલ થવા પામ્યાં છે. ત્યારે જેતપુર પ્રદુષણ બોર્ડ દ્વારા પ્રોજેક્ટની કંપનીને માત્ર નોટિસો પાઠવી અને દંડ વસુલ કરીને મન મનાવતી હોવાનું પૂરવાર થવા પામ્યું છે.

Next Story