Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : પત્નીથી ત્રસ્ત પતિએ જેલમાં રહેવા જ દેવાની જીદ સાથે પોલીસ ચોકીને આગચંપીનો કર્યો પ્રયાસ

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ : પત્નીથી ત્રસ્ત પતિએ જેલમાં રહેવા જ દેવાની જીદ સાથે પોલીસ ચોકીને આગચંપીનો કર્યો પ્રયાસ
X

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારના રોજ જામનગર રોડ પર આવેલા બજરંગ વાડી પોલીસ ચોકીને પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આગ લગાડ્યા બાદ પણ યુવાન પોલીસ ચોકી બહાર જ ઉભો રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બજરંગવાળી પોલીસ ચોકીને આગ લગાડનાર વ્યક્તિનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. દેવજી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ અને આર્થિક સંકડામણને કારણે માથાકૂટ શરૂ છે. ત્યારે આજરોજ જેલમાં જ રહેવું છે તેમ કહી પોલીસ ચોકીને આગ લગાડી હતી. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દેવજી ઉર્ફે દેવો ચાવડાને અટકાયત કરી તેના વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તે અંગે પણ હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી કોઈ ગુનાહિત માનસિકતા ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના દરવાજાને આગ લાગતા ની સાથે જ આજુબાજુના વેપારીઓ દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લગાડ્યા બાદ યુવક ત્યાં જ ઉભો રહી સમગ્ર તમાશો જોઇ રહ્યાં પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી દેવો પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ગયો હોય જેથી તે લાંબા સમય સુધી જેલમાં રહેવા માગતો હોય તે કારણોસર તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાને હાલ પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસ ચોકીને આગ લગાડતાં થોડી ક્ષણો માટે નાસભાગ મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે આઈપીસીની કલમ 436 મુજબ દસ વર્ષ સુધીની કોઈ સજા અથવા તો દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે. ત્યારે આરોપી દેવજી ઉર્ફે દેવો કેટલા સમય સુધી જેલમાં રહેશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

Next Story