વડોદરા : ડભોઇના અંબાવ ગામ નજીક ટેન્કરે મારી પલટી, મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ થયું લીક

New Update

વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ ઉપર આવેલ અંબાવ ગામ નજીક 20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરી છોટાઉદેપુર જતું ટેન્કર આગડ ચાલતા બાઇક ચાલકને બચાવવા જતાં ટેન્કર ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, રોડની બાજુમાં જ આવેલ ખેતરમાં ટેન્કર પલટી મારતા મોટા જથ્થામાં પેટ્રોલ અને ડીઝલ લીક થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, ડભોઇ-વડોદરા રોડ ઉપર જામનગરથી ડીઝલ-પેટ્રોલનો જથ્થો ભરી એક ટેન્કર છોટાઉદેપુર જીલ્લાના એક પેટ્રોલ પંપ ખાતે ડિલિવરી આપવા જતું હતું. તે અરસામાં ડભોઇ તાલુકાના અંબાવ ગામ નજીક આગડ ચાલતી બાઇક ચાલક અચાનક બ્રેક મારતા ટેન્કર ચાલક સાગર ભંગારા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની બાજુમાં આવેલ ખેતરમાં ટેન્કર પલટી મારી જઈ પેટ્રોલ-ડીઝલ લીક થવા પામ્યું હતું.

ટેન્કરમાં આશરે 20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભર્યું હતું. સમગ્ર બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે, નાની મોટી ઇજાના પગલે ટેન્કર ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આશરે 6 કલાકની ભારે જહેમત બાદ ટેન્કરને ક્રેનની મદદથી ઉભું કરવામાં આવ્યું હતું.

Advertisment