New Update
નેત્રંગ દોલતપુર ગામે ખાડી ફળીયામાં આવેલા સરકારી પશુ દવાખાનાની બાજુમાં ખુલ્લા કંમ્પાઉન્ડમાં ઝાડ નીચે દોલતપુર ગામનો અશ્વિન વસાવા ખુલ્લામાં જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે નેત્રંગ પોલીસે દરોડા પાડતા 11 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ સહિત રૂપિયા 38 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.