/connect-gujarat/media/post_banners/2771a7d3cb5f9678026649bfc2262333e8cc69285b242b84901736b04fce4a4f.jpg)
અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરના એક વિસ્તસરમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી મોબાઈલ ચાર્જ કરવા નજીકમાં રહેતા મૂળ બિહારના સાહિલ ફિરોજ અંસારીના ઘરે જતી હતી. આ હવસખોરે સગીરાની એકલતાનો લાભ લઈ ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર સુધીમાં આ હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું. નરાધમ સામે માતાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.