Connect Gujarat
બિઝનેસ

સોનામાં ઉછાળો જોવા મળ્યો, ચાંદીમાં ઘટાડો, જાણો શું છે આજનો ભાવ

સોનામાં ઉછાળો જોવા મળ્યો, ચાંદીમાં ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
X

બુધવારે એમસીએક્સ પર સોનું 148 રૂપિયા એટ્લે 0.31 ટકાના વધારા સાથે 47,609 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ)ના ગઈકાલના કારોબારમાં મંદી જોયા બાદ આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 5 ઓગસ્ટ, 2021ની એક્સપાયરી વાળા સોના વાયદાના ભાવમાં વધારો જોવા મળ્યો. બીજી તરફ ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે.

બુધવારના કારોબારમાં એમસીએક્સ પર સોનું 148 રૂપિયા મતલબ કે 0.31 ટકાના વધારા સાથે 47,609 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળ્યું હતું. ગઈકાલે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47,446 રૂપિયા હતો અને નજીવો ઘટાડો 0.03 ટકા એટ્લે 12 રૂપિયા નોંધાયો હતો.

આ ઉપરાંત આજે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. બુધવારના કારોબારમાં એમસીએક્સ પર 3 સપ્ટેમ્બર, 2021ની એક્સપાયરી ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદી રૂ.905 એટ્લે 1.35 ટકાના ઘટાડા સાથે કિલોદીઠ રૂ.66,216 પર ટ્રેડ કરતી જોવા મળી હતી.

Next Story