Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ગુજરાત સરકારનું રૂ. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ, શિક્ષણ વિભાગને સૌથી વધુ નાંણા ફાળવાયા

ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

ગાંધીનગર: ગુજરાત સરકારનું રૂ. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ, શિક્ષણ વિભાગને સૌથી વધુ નાંણા ફાળવાયા
X

ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.આ બજેટમાં નવા કોઇ કરવેરો નહીં તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે.આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લી,છોટાઉદેપુર,મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Next Story