ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.
ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં હાલ 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં હાલ પાણીની આવક 8993 ક્યૂસેક જોવા મળી છે. સાથેજ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઈંચ, સૂત્રાપાડા અને તાલાળામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMTઅમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન,...
12 Aug 2022 9:52 AM GMTઅમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં...
12 Aug 2022 8:00 AM GMTભરૂચ: જંબુસર તલાટીમંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને...
12 Aug 2022 7:52 AM GMT