Connect Gujarat
સુરત 

સુરત: રાંદેરના રતનેશ્વર મહાદેવ સ્ટ્રીટમાં વીજ કંપનીએ ખાનગી જગ્યામાં ગેરકાયદેસર રીતે વીજ પોલ ઉભો કરી દીધો હોવાના આક્ષેપ

વિકસતા જતા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અનેક બેદરકારી બહાર આવે છે ત્યારે વધુ એક બેદરકારી જોવા મળી છે.

સુરત: રાંદેરના રતનેશ્વર મહાદેવ સ્ટ્રીટમાં વીજ કંપનીએ ખાનગી જગ્યામાં ગેરકાયદેસર રીતે વીજ પોલ ઉભો કરી દીધો હોવાના આક્ષેપ
X

વિકસતા જતા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અનેક બેદરકારી બહાર આવે છે ત્યારે વધુ એક બેદરકારી જોવા મળી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રતનેશ્વર મહાદેવ સ્ટ્રીટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે વીજ પોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. સામાન્યત:વીજ પોલ લોખંડનો હોય છે પરંતુ લાકડાનો પોલ ઉભો કરી તેના પર વીજ તાર જોડવામાં આવ્યા છે. વીજ કંપનીની કામગીરીના કારણે આ પ્રકારનું જોખમી કાર્ય કરવામાં આવ્યું છે.

આ અંગે સ્થાનિક રહીશ નીરજ નાયકે જણાવ્યુ હતું કે રતનેશ્વર મહાદેવ મંદિરના બાજુના ભાગે ખાનગી જગ્યામાં ગેરકાયદેસર રીતે વીજ પોલ લગાવવામાં આવ્યો છે. આ સ્થળની નજીક જ રહેણાંક વિસ્તાર આવેલો છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ બને તો એનું જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ બાબતે વીજ કંપનીના અધિકારીઓએ કોઈ પરવાનગી નથી લીધી અને રજૂઆત કરવામાં આવી તો કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નથી મળી રહ્યો ત્યારે વહેલી તકે આ વીજ પોલ દૂર કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story
Share it