Connect Gujarat
વડોદરા 

વડોદરા: શ્રવણ તીર્થયાત્રા અંતર્ગત 101 બસનું પ્રસ્થાન, 5 હજાર જેટલા વયસ્કો તીર્થધામના કરશે દર્શન

5000 જેટલા સિનિયર સિટીઝનને શ્રવણ યાત્રા યોજના અંતર્ગત ડાકોર વડતાલ કોટ ગણેશના દર્શને રવાના કર્યા

વડોદરા: શ્રવણ તીર્થયાત્રા અંતર્ગત 101 બસનું પ્રસ્થાન, 5 હજાર જેટલા વયસ્કો તીર્થધામના કરશે દર્શન
X

વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રવણ બની આજે વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં રહેતા 5000 જેટલા સિનિયર સિટીઝનને શ્રવણ યાત્રા યોજના અંતર્ગત ડાકોર વડતાલ કોટ ગણેશના દર્શને રવાના કર્યા હતા જેને લઇ સિનિયર સિટીઝન અને તેમના પરીવારજનો ભાવવિભોર બન્યા હતા.વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે 101 બસના માધ્યમથી અંદાજે ૫૦૦૦ જેટલા સિનિયર સિટીઝન માટે ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું..


નવલખી મેદાન ખાતેથી તમામ બસોને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મેયર કેયુર રોકડિયા સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી હતી.૭૫માં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 લક્ઝરી બસો દ્વારા સિનિયર સિટીઝન માટે પ્રવાસનો આયોજન કર્યું હતું પરંતુ સિનિયર સિટીઝનનો ઉમળકો જોતા અને સંખ્યા વધતા અંતે 101 લક્ઝરી બસો પ્રવાસ માટે કરવામાં આવી હતી જે ગુજરાતમાં સૌપ્રથમ વખત રેકોર્ડ કર્યો છે

Next Story