Connect Gujarat
વડોદરા 

વડોદરા : "મારી ગર્લફ્રેન્ડને કોઇ ઉઠાવી ગયું છે", પોલીસને ખોટો ફોન કરનાર બોયફ્રેન્ડની ધરપકડ...

પોલીસમાં ખોટી વર્ધી લખાવનાર જય બારોટની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા : મારી ગર્લફ્રેન્ડને કોઇ ઉઠાવી ગયું છે, પોલીસને ખોટો ફોન કરનાર બોયફ્રેન્ડની ધરપકડ...
X

વડોદરા શહેરમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કમાટીબાગની બહારથી મારી ગર્લફ્રેન્ડને કોઇ ઉઠાવી ગયું હોવાનો પોલીસ કંટ્રોલમાં ખોટો ફોન કરનાર બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે ગત રાત્રે 23 વર્ષીય જય બારોટ નામના યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, હું કમાટીબાગના ગેટ નંબર 2 પાસે મારી ગર્લફ્રેન્ડ સાથે હાજર હતો,

તે સમયે મારો ફોન ચાલુ હતો, અને મારી ગર્લફ્રેન્ડને કોઇ ઉઠાવીને લઇ ગયું છે, મારી ગર્લફ્રેન્ડનો ફોન હાલ બંધ આવે છે. જોકે, કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા જ પોલીસ સ્ટાફ હોળી-ધૂળેટીના અગત્યના બંદોબસ્તમાંથી કમાટીબાગ ખાતે દોડી આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ યુવતીને તેના ઘરેથી જ શોધી કાઢી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને ઘરે જવાનું મોડું થતું હોવાથી તે પોતાની મરજીથી ઘરે આવી ગઇ હતી. આ અંગેની જાણ તેણે તેના મિત્ર જય બારોટને ફોન તથા મેસેજ દ્વારા કરી હતી. આમ છતાં યુવતીના બોયફ્રેન્ડ જય બારોટે પોલીસ કંટ્રોલમાં ખોટી વર્ધી લખાવી પોલીસને પરેશાન કરી હતી. જોકે, યુવતી ઘરે સલામત મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ પોલીસમાં ખોટી વર્ધી લખાવનાર જય બારોટની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story