New Update
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરીમાં આવેલી ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.