Connect Gujarat
ગુજરાત

નવસારીમાં 5 લાખ લોકો વચ્ચે PM મોદીનું સંબોધન, ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડબલ એન્જિનની સરકાર

નવસારીમાં રૂ. 3050 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્યું હતું કે

નવસારીમાં 5 લાખ લોકો વચ્ચે PM મોદીનું સંબોધન, ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડબલ એન્જિનની સરકાર
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના નવસારીમાં રૂ. 3050 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં થયેલો ઝડપી વિકાસ એ ગુજરાતનું ગૌરવ છે. દરેક વ્યક્તિનો વિકાસ છે અને આ વિકાસમાંથી એક નવી આકાંક્ષા જન્મે છે. ડબલ એન્જિનની સરકાર નિષ્ઠાપૂર્વક આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી રહી છે.પીએમે કહ્યું કે 'આજે મને 3,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી. આ તમામ પ્રોજેક્ટ સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કરોડો મિત્રોનું જીવન સરળ બનાવશે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર શત ટકા સશક્તિકરણની ઝુંબેશમાં પૂરજોશમાં લાગેલી છે. હું ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લાં 8 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે ગરીબોના કલ્યાણ પર, ગરીબોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પર સૌથી વધુ ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે આઠ વર્ષ પહેલા તમે મને રાષ્ટ્ર સેવાની મારી ભૂમિકાને વિસ્તારવા માટે ઘણા આશીર્વાદ સાથે અને ઘણી અપેક્ષાઓ સાથે દિલ્હી મોકલ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં અમે કરોડો નવા લોકોને, ઘણા નવા ક્ષેત્રોને વિકાસના સપના અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ થયા છીએ.

Next Story