સુરત : પાસોદરા પાટિયા નજીક જાહેરમાં થયેલ યુવતીની હત્યાનો મામલો, રેન્જ આઈજી દ્વારા સીટની રચના...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી હત્યા નિપજાવી હતી,

New Update

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી હત્યા નિપજાવી હતી, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે રેન્જ આઈજી દ્વારા સીટની રચના કરવામાં આવી છે.

Advertisment

સુરતના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. એક તરફી પ્રેમમાં આંધળા બનેલા યુવકે જાહેરમાં ગળું કાપીને યુવતીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ ઉપર પણ આ યુવકે ચપ્પુથી હુમલો કરી ઇજા પહોચાડી હતી. ઉપરાંત હત્યારાએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસે હત્યારા ફેનિલને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે આ બનાવની ગંભીરતા દાખવી રેન્જ આઈજી દ્વારા સીટની રચના કરવામાં આવી છે.


જેમાં ડીએસપી, 2 ડીવાયએસપી, 5 પીઆઈ તેમજ SOG અને LCB પોલીસ તપાસમાં જોડાશે. આરોપી ફેનીલ ગોયાણીનો કોવિડ ટેસ્ટ કરાવી તેની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમ્યાન આરોપી ફેનીલે માત્ર દેખાવો કરી નશો કે, પછી ઝેરી દવા પીધી ન હોવાનું પણ સામે આવ્યુ છે. ફેનીલે નિર્દોષ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દેવા પૂર્વ યોજના બનાવી હોવાની પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે, ત્યારે હવે પોલીસ દ્વારા આરોપી ફેનીલને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ જરૂરી પુરાવાના આધારે સમય મર્યાદામાં આ કેસ અંગે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું કામરેજના ડીવાયએસપીએ જણાવ્યુ હતું.

Advertisment
Read the Next Article

સુરત : રાંદેરમાંથી પાનનો ગલ્લો ચલાવતા શખ્સ પાસેથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો,SOGએ કરી કાર્યવાહી

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.

New Update
  • રાંદેરમાં SOG પોલીસની મોટી કાર્યવાહી

  • ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

  • ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો 36.58 લાખનો જથ્થો જપ્ત

  • પોલીસે અન્ય એક આરોપીને કર્યો વોન્ટેડ જાહેર 

  • મુંબઈથી ઈ-સિગારેટ લાવવામાં આવતી હતી 

Advertisment

સુરતના રાંદેર મેરુલક્ષ્મી સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાંથી એસઓજીએ 36.58 લાખની ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાનનો ગલ્લો ચલાવનાર સામે કાર્યવાહી કરી છે.જયારે તેના એક ભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાંદેર કોઝવે પાસે એક ફેમસ પાનના ગલ્લા પર ઈ-સિગારેટ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. જેના આધારે એસઓજીનએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન પાનનો ગલ્લો ચલાવનાર નાઝીર મોહંમદ જાવેદ શેખને ઈ-સિગારેટ સાથે પકડી પાડયો છે. તેના ઘરમાં વચ્ચેના માળે બનાવેલા ગોડાઉનમાંથી ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટના 8256 બોક્સ રૂપિયા 36.58 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈ-સિગારેટ તેનો ભાઈ કાદીર શેખ મુંબઇથી લાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.એસઓજીએ તેના ભાઈ કાદીરને વોન્ટેડ જાહેર કર્યો છે. કાદીર પકડાય પછી મુંબઇથી કોની પાસેથી સિગારેટ લાવતો હતો,તેની ભાળ મળી શકશે.

Advertisment