ભરૂચ:કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપશે.